LIC પર આવ્યાં અતિ મહત્વના સમાચાર, જો તમે પોલીસી ધરાવતા હોવ તો ખાસ જાણો
LICના IPOને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. સરકારે બજેટ 2020માં તેની જાહેરાત કરી હતી. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અહેવાલમાં સરકારી સૂત્રના જણાવ્યાં મુજબ LICનો IPO 2022માં આવશે.
Trending Photos
નવી દિલ્હી: LICના IPOને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. સરકારે બજેટ 2020માં તેની જાહેરાત કરી હતી. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અહેવાલમાં સરકારી સૂત્રના જણાવ્યાં મુજબ LICનો IPO 2022માં આવશે. નાણા સચિવ રાજીવ કુમારના જણાવ્યાં મુજબ લગભગ 2 દાયકાથી પ્રાઈવેટ વીમા કંપનીઓ તેને ટક્કર આપવાની કોશિશ કરી રહી છે. પરંતુ જીવન વીમા ક્ષેત્રે તે ડોમિનેન્ટ પ્લેયર છે. બજેટમાં જાહેરાત થઈ હતી કે એલઆઈસીનો આઈપીઓ આવશે અને મળેલી માહિતી મુજબ સરકાર એલઆઈસીની 10 ટકા ભાગીદારી વેચશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે વર્ષ 2020-21નું બજેટ રજુ કરતા જાહેરાત કરી હતી કે આગામી નાણાકીય વર્ષમાં LICનો IPO લાવવામાં આવશે. નાણા સચિવ રાજીવકુમારે કહ્યું કે સૂચિબદ્ધતા માટે અનેક પ્રક્રિયાઓનું પાલન કરવાની જરૂર રહેશે. LICને સૂચિબદ્ધ કરાવવા માટે કેટલાક કાયદાકીય ફેરફારોની પણ જરૂર પડશે.
રાજીવ કુમારના જણાવ્યાં મુજબ તેઓ સૂચિબદ્ધની પ્રક્રિયાનું પાલન કરશે. કાયદા મંત્રાલયની સાથે વાતચીતમાં જરૂરી ફેરફારો કરાશે. તેમણે કહ્યું કે LICના લિસ્ટિંગથી વધુ પારદર્શકતા આવશે અને સાર્વજનિક ભાગીદારી વધશે. નાણામંત્રીની જાહેરાત બાદ એલઆઈસીના શેરબજારમાં લિસ્ટ થવાનો રસ્તો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જો કે આ માટે હજુ સંસદની મંજૂરી લેવી પડશે. અત્રે જણાવવાનું કે એલઆઈસીનો આઈપીઓ લાવવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ ગત વર્ષ ખુદ એલઆઈસીએ તેનો ઈન્કાર કર્યો હતો.
10 ટકા ભાગીદારી વેચશે સરકાર
કુમારના જણાવ્યાં મુજબ સરકાર એલઆઈસીની 10 ટકા ભાગીદારી વેચશે. જો કે હજુ તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. સરકારે આગામી નાણાકીય વર્ષમાં રોકાણથી 2.10 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મોદી સરકારની ઈચ્છા એલઆઈસી અને આઈડીબીઆઈ બેંકમાં ભાગીદારીના વેચાણથી 90,000 કરોડ રૂપિયા ભેગા કરવાની છે.
બજાર વિનિયામક સેબીના માપદંડો મુજબ આઈપીઓમાં 4000 કરોડ રૂપિયાથી ઉપના પોસ્ટ ઈશ્યુવાળી કંપનીઓ માટે આવશ્યક ઓફર ઓછામાં ઓછી 10 ટકા છે. ત્યારબાદ કંપનીઓ IPOમાં ભાગીદારી 25 ટકાથી ઓછી કરનારી કંપનીઓને ન્યૂનતમ સાર્વજનિક ભાગીદારી માપદંડોના પાલન કરાવવા માટે 3 વર્ષનો સમય આપવામાં આવશે.
પોલીસીધારકોએ ગભરાવવાની નથી જરૂર
બજેટમાં થયેલી જાહેરાત બાદ અનેક એલઆઈસી પોલીસીધારકોના મનમાં ફફડાટ પેસી ગયો છે કે સરકાર એલઆઈસીને વેચી દેશે. પરંતુ સરકાર 10 ટકા હિસ્સો જ વેચવા જઈ રહી હોવાથી કોઈ પણ પોલીસીધારકને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. અધિકારીઓનું કહેવું છે કે એલઆઈસીની ભાગીદારી વેચાય તેનાથી પોલીસીધારકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. પોલીસી પૂરી થતા પોલીસીધારક સરળતાથી પૈસા કાઢી શકશે. ભાગીદારી વેચાય તો પણ પોલીસી પર તેની સીધી કોઈ અસર થશે નહીં.
જુઓ LIVE TV
આ બાજુ LICને લિસ્ટ કરાવવા માટેની સંબદ્ધ વિસ્તૃત જાણકારી આપ્યા વગર કુમારે કહ્યું કે એલઆઈસીને બજારમાં લિસ્ટ કરાવવા માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે અને જરૂરી ફેરફાર માટે કાયદા મંત્રાલયને સૂચિત કરવામાં આવશે.
આ બાજુ બજેટમાં જાહેરાત કરાઈ છે કે આઈડીબીઆઈમાંથી સરકાર સંપૂર્ણ રીતે બહાર થશે અને આ એક ખાનગી બેંક બનશે. આ અંગે કુમાર પાસેથી મળેલા સંકેત મુજબ એલઆઈસીને લિસ્ટિ કરાવતા પહેલા સરકાર આઈડીબીઆઈમાંથી બહાર થશે. એલઆઈસી ભારતની સૌથી મોટી નાણકીય સંસ્થા છે જેની કુલ રોકાણ પરિસંપત્તિ 30 સપ્ટેમ્બરના રોજ 320 ખર્વ રૂપિયા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે